હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા વ્રતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
કારતક માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. કારણકે આ મહિનો તેમને સૌથી વધુ પ્રિય છે. કારતક શુક્લ પક્ષની પૂનમે તેમની પૂજાનુ મહત્વ વધારે વધી જાય છે. આ દિવસે ભક્તો કાર્તિક પૂર્ણિમા વ્રત રાખે છે. કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી અથવા ત્રિપુરારી પૂર્ણિમા નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે દેવ દિવાળી પર્વ પણ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે કાર્તિક પૂર્ણિમા વ્રત 8 નવેમ્બર 2022ના દિવસે રાખવામાં આવશે. તો આ દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી દેવ દિવાળી પર્વ એક દિવસ પહેલા એટલેકે 7 નવેમ્બરે મનાવવામાં આવશે.
- Advertisement -
કાર્તિક પૂર્ણિમાના દિવસે ન કરો આ કાર્ય
-કાર્તિક પૂર્ણિમાના દિવસે તામસિક ભોજનથી દૂર રહેવુ જોઈએ. આ સાથે આ દિવસે માંસ, દારૂ, ડુંગળી અને લસણનુ સેવન ના કરવુ જોઈએ.
-આ વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થઇ રહ્યું છે, તેથી આ દિવસે સૂતક કાળના નિયમોનુ ઉલ્લંઘન ન કરશો.
-કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનુ પાલન અવશ્ય કરો. આ સાથે પ્રયાસ કરો કે તમે નીચે જમીન પર ઊંઘી જાઓ. આમ ન કરવાથી ચંદ્ર દેવ નારાજ થઇ શકે છે.
-આ દિવસે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદનો ભાગ ન બનો. આ સાથે આ દિવસે કોઈ નિ:સહાય, વૃદ્ધ અથવા ગરીબ માટે અપશબ્દોનો પ્રયોગ ભૂલથી પણ ન કરશો.
કાર્તિક પૂર્ણિમા પર કરો આ કામ
- Advertisement -
- આ વિશેષ અવસરે દાન-ધર્મ કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે. તેથી આ દિવસે કોઈ પણ જરૂરીયાતમંદને અન્ન અથવા ધનનુ દાન અવશ્ય કરો. આમ કરવાથી વ્યક્તિ પુણ્યનો ભાગીદાર થાય છે.
– કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમાના કારણે આ પર્વને એક દિવસ પહેલા મનાવવામાં આવશે. તેથી આ દિવસે દીપદાન અવશ્ય કરો. આમ કરવાથી અનેક સમસ્યાઓનુ સમાધાન નિકળી જશે.