મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નુ ગીત ‘જિમ્મી જિમ્મી’ એક સમયે સૌથી લોકપ્રિય ગીતમાંથી એક હતુ. આજકાલ અચાનક ચીનના સોશિયલ મીડિયામાં આ ગીત ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે. બપ્પી લહેરીનુ આ આઈકૉનિક ગીત અચાનક કેવીરીતે ચીનની જનતા માટે સરકારના વિરોધનુ માધ્યમ બની ગયુ છે.
મિથુન ચક્રવર્તીની 1989માં આવેલી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ ખૂબ હિટ રહી હતી. આજે પણ આ ફિલ્મને હિન્દી સિનેમાની આઈકૉનિક ફિલ્મોમાં ગણવામાં આવે છે. ફિલ્મની કહાની, મિથુન ચક્રવર્તીની એક્ટિંગ, ડાન્સ અને સ્ક્રીન પર ડાન્સની એક નવી સ્ટાઈલ બધુ ફટાફટ લોકપ્રિય થયુ હતુ. ફિલ્મમાં બપ્પી લહેરીના કમ્પોજ કરાયેલા ગીતો આજે પણ ચાહકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ અચાનક ડિસ્કો ડાન્સરના એક લોકપ્રિય ગીતની ફૉલોઈંગ ચીનમાં ખૂબ વધી ગઇ છે અને તેનુ કારણ ખૂબ રસપ્રદ છે.
- Advertisement -
ચીનની ટિકટોક એપ્લીકેશન Douyin પર અત્યારે ખૂબ વીડિયો પોસ્ટ થાય છે. બપ્પી લહેરીનુ ગીત જિમ્મી જિમ્મી વાગી રહ્યું છે અને લોકો ખાલી વાસણ લઇને ડાન્સ કરી રહ્યાં છે.
And another…. And there are thousands more! pic.twitter.com/z7fqu0KUFC
— Ananth Krishnan (@ananthkrishnan) October 31, 2022
- Advertisement -
વીડિયોમાં છુપાયેલો છે સરકારનો વિરોધ
ચીનમાં કોરોનાની સ્થિતિ એક વખત ફરીથી ગંભીર થતી જોઇને ત્યાં એક ખૂબ કડક ઝીરો-કોવિડ પોલિસી લાગુ કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે આ ગાઈડલાઈન્સનુ પાલન કડક રીતે કરવા માટે કહી દીધુ છે અને જો કોઈ કોવિડ પોઝીટીવ જોવા મળે છે તો તેને ક્વોરોન્ટાઈન સેન્ટર શિફ્ટ કરી દેવામાં આવે છે. આ પૉલિસીમાં અચાનક લોકડાઉન લગાવવુ, કોરોનાની માસ ટેસ્ટિંગ અને મૂવમેન્ટ પર પ્રતિબંધ જેવા ઘણા કડક નિયમ છે, જેને પગલે જનતા પરેશાન થઇ છે. આ વીડિયોને બનાવવા પાછળ જનતાનો હેતુ હકીકતમાં વિરોધ નોંધાવવાનો છે.
‘જિમ્મી જિમ્મી’ ગીતનું કનેક્શન
રિપોર્ટસ જણાવે છે કે આ ગીત ચીનમાં લોકપ્રિય થવાનુ કારણ તેનુ મ્યુઝીક નહીં, પરંતુ ગીતના લિરિક્સ છે. ચીનની મેંડરિન ભાષામાં ‘જી મી, જી મી’નો અર્થ થાય છે, ‘મને ચોખા આપો, મને ચોખા આપો’. એટલેકે મિથુન દા અને કિમ પર ફિલ્મમાવવામાં આવેલા આ હિન્દી ગીતની સાથે ખાલી વાસણ બતાવીને લોકો એવુ જણાવી રહ્યાં છે કે આ કડક લોકડાઉનવાળી સ્થિતિમાં તેમની પાસે ભોજનના જરૂરી સામાનની પણ કેટલી કમી થઇ રહી છે.