બી. ડિવીઝન પોલીસે 7.94 લાખનો મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી પહેલા બી ડિવીઝન પોલીસે 4.94 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ, ત્યારે દારૂની બદીને અટકાવવા રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ સેટ્ટી ની સૂચના અને ડિવાયએસપી હિતેષ ધાધલીયાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જીજે 23 વાય 8054 નંબરના વાહનમાં દારૂ ભરીને ઝાંઝરડા ચોકડીએથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી. જેને પગલે બી ડિવીઝન પીઆઇ એન.એ. શાહ, પ્રોબેશ્નલ પીઆઇ જી.ડી.રાજપુત અને સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન વાહન નિકળતા તેનો પીછો કર્યો હતો. બાદમાં વાહન ચાલક વાહનને કે.જે.હોસ્પિટલ વાળી ગલીમાં મૂકી નાસી ગયો હતો. પોલીસે 4,94,400નો દારૂ, 3,00,000નું વાહન મળી કુલ 7,94,400નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.દારૂ કયાથી આવ્યો હતો અને કોને મંગાવ્યો હતો તે દીશામાં વધું તપાસ હથ ધરી છે.