મોરબી LCB ટીમે સાત પૈકી ત્રણ આરોપીને દબોચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદમાં દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ બાબતે સરા ચોકડી નજીક સરાજાહેર ફાયરિંગ કરનાર પંકજ ગોઠી સહિતના ત્રણ આરોપીઓને બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે જામનગર જિલ્લાના જાંબુડા ગામેથી ઝડપી લઈ હળવદ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા. 9 ઓક્ટોબરના રોજ હળવદની સરા ચોકડી નજીક આવેલ સિનિયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ બાબતે ઝઘડો કરી સરાજાહેર ફાયરિંગ કરવાના બનાવમાં સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
આ બનાવ બાદ નામચીન શખ્સ સહિત પાંચ આરોપીઓ નાસતા ફરતા હોય આ પ્રકરણમાં એલસીબી ટીમને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી સહિતના ત્રણ શખ્સ હાલ જામનગરના જાંબુડા ખાતે છે જેને પગલે એલસીબી ટીમે જાંબુડા ગામેથી આરોપી પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરિયો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ કણઝરીયાને હથિયાર સહિત ઝડપી લીધા હતા.