સિંધી સમાજની માતૃભાષા અને હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવા આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં સિંધી બ્રહ્મ સમાજના વિનોદભાઈ શર્માની આગેવાનીમાં સિંધી જ્ઞાતિની માતૃભાષામાં પિતૃ મોક્ષ અર્થે ભાગવત સપ્તાહનું લિલાશાહ બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના 15 જેટલા પરિવારો પોથી સ્થાપિત કરાવી હતી.તા.28ના રોજ બિલેશ્વર મંદિર ખાતેથી પોથીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.તા.29 ના રોજ પ.પુ.પરમાનંદા સરસ્વતીજી દ્વારા કથાનો પ્રારંભ કરાયો હતો અને તા.4ના રોજ પૂર્ણાહુતિ થશે.નોંધનીય છે કે અત્યાર સુધીમાં પ્રથમ વખત સિંધી ભાષામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે હિન્દુ અને સિંધી સમાજ માટે એક પ્રેરણાદાયી ભક્તિમય કાર્ય છે.