ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથના ધારાસભ્ય દ્વારા વેરાવળ તાલુકાનાં ઈણાજ ગામથી ગોવિંદપરા ગામને જોડતો નોન-પ્લાનનો રસ્તો તેમજ ઉકડીયા ગામથી લાસડી ગામને જોડતો નોન-પ્લાનનો તથા ઉકડીયા ગામથી આછીદ્રા ગામને જોડતા નોન-પ્લાનનો રસ્તો અને ઉકડીયા ખાતે ડો. બાબાસાહેબ આંબેકડર ભવન બનાવાનું કામ મંજૂર કરાવ્યું હતું. જેનું ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.આ તકે કોંગ્રેસના આગેવાનો સહિત ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.