જ્યોર્જિયા મેલોનીએ ઈટાલીના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે.
ઈટાલીને પહેલા મહિલા વડાપ્રધાન મળ્યા છે. જ્યોર્જિયા મેલોનીએ પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં છે. તાજેતરની સંપ્પન થયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત થતા તેઓ પીએમ બન્યાં હતા.
- Advertisement -
જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિના મહેલમાં લીધા પીએમ પદના શપથ
45 વર્ષીય જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિના મહેલમાં પીએમ પદના શપથ લીધા હતા, તેઓ રાષ્ટ્રના વડા પ્રધાન બનનારી પ્રથમ મહિલા છે.
મેલોનીની બ્રધર્સ પાર્ટીને મળ્યાં સૌથી વધારે વોટ
ગયા મહિને યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં ઇટાલીની તેમની બ્રધર્સ પાર્ટી ટોચની મત મેળવનારી પાર્ટી હતી. મેલોનીએ શુક્રવારે સાંજે પોતાના મંત્રીમંડળની જાહેરાત કરી હતી. તેમના ગઠબંધનના સહયોગીઓમાં માટ્ટેઓ સાલ્વિનીની જમણેરી પાંખની લીગ અને ભૂતપૂર્વ પ્રીમિયર સિલ્વિયો બર્લુસ્કોનીની આગેવાની હેઠળની રૂઢિચુસ્ત ફોર્ઝા ઇટાલિયા પાર્ટીનો સમાવેશ થાય છે.