સુરણનું શાક દિવાળીનાં દિવસોમાં લગભગ દરેક ઘરોમાં જોવા મળે છે. આ પરંપરા પાછળ પણ કારણ રહેલા છે.
હિન્દુઓનો મુખ્ય તહેવાર દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે દિવાળીના દિવસોમાં ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી ખાસ છે સુરણનું શાક. દિવાળીના દિવસે સુરણનું શાક બનાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. આ શાક બનાવવાની પ્રથા પણ લોકો વર્ષોથી માને છે.
- Advertisement -
શા માટે દિવાળી પર સુરણનું શાક બનાવવામાં આવે છે?
તમને જાણીને નવાઇ લાગશે કે સુરણને મૂળમાંથી કાપ્યા પછી પણ તે ફરી વધે છે. આ કારણથી સુરણ દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરનાર તરીકે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે સુરણનું શાક ખાવાથી ધન વધે છે અને ધન ક્યારેય પણ સમાપ્ત થતું નથી.
સુરણ એટલે શું?
સુરણ એક કંદમૂળ છે જે કંદના રૂપમાં આપમેળે ઉગે છે. સુરણમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી જેવાં ગુણો હોય છે.અને તેને ખાવું આપણા શરીર માટે ફાયદાકારક છે.
પોષકતત્વોથી ભરપૂર છે સુરણ
સુરણ ઘણી રીતે શરીર માટે ફાયદાકારક છે. તેમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સુરણ ખાવાથી સંધિવા અને સાંધાના દુ:ખાવામાં રાહત થાય છે. તેમાં રહેલાં કેલ્શિયમ અને આયર્નને કારણે તે હાડકાંઓ માટે પણ ફાયદાકારક છે.