ડે.મેયરનાં નિવાસ સ્થાને સર્વજ્ઞાતિનાં આગેવાનોની બેઠક મળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં 19 ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેમના આગમનને લઇ ભાજપના હોદ્દેદારો દ્વારા મિટીંગોનો દોર શરૂ થયો છે. આ અંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે,મારા નિવાસસ્થાને જ સર્વજ્ઞાતિના પ્રમુખ, સભ્યો, આગેવાનો તેમજ વિવિધ 64 જેટલી સંસ્થાના પ્રમુખો, આગેવાનો અને વિવિધ મહિલા મંડળોની મિટીંગ બોલાવાઇ હતી.આ મિટીંગમાં પીએમના કાર્યક્રમ વિશે, પાસ વિશે તેમજ અન્ય કોઇ મુશ્કેલી હોય તો કોનો સંપર્ક કરવો તે તમામ બાબતે જાણકારી અપાઇ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મંત્રી દેવાભાઇ માલમ, મેયર ગીતાબેન પરમાર, નિલેશભાઇ ધુલેશીયા,અન્ય ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.