પંજાબના અમૃતસરમાં પાકિસ્તાન સરહદેથી ઘુસેલા વધુ એક ડ્રોનને બીએસએફના જવાનો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.ડ્રોનની ઘુસણખોરીને ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. 12 કિલોનું વજન ધરાવતા આ પાકિસ્તાની ડ્રોનમાંથી હેરોઇનના બે પેકેટ પણ મળી આવ્યા હતા. સિનિયર જવાનો દ્વારા મોડી રાત સુધી આસપાસના વિસ્તારોમાં સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સૈન્યને આશંકા છે કે કેફી પદાર્થો ઉપરાંત હથિયારો ઘુસાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હશે.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે સૈન્ય જવાનો અમૃતસર બોર્ડર પર ચોકી ચહેરો કરી રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાન તરફથી એક ડ્રોન ભારતીય સીમામાં ઘુસતુ હોવાનું માલુમ પડ્યું હતું અને તૂર્ત જ ગોળીબાર કરીને તોડી પાડવામાં આવ્યું હતું.
- Advertisement -
ડ્રોનની હેઠળ એક લીલા રંગનું એન કે સ્પોર્ટસ કંપનીનું પેકજ મળી હતુ જેમાંથી હેરોઇનના બે પેકેટ નીકળ્યા હતા. આ પૂર્વે 14 ઓક્ટોબરે પણ એક ડ્રોનને પાડી દેવામાં આવ્યું હતું.છેલ્લા 9 મહિનામાં 191 વખત ડ્રોન મારફત ઘુસણખોરીનો પ્રયાસ થયો છે.