અચાનક થાંભલામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
ખાસ ખબર સંવાદદાતા
વેરાવળમાં ગતરાત્રીનાં થાંભલામાં શોર્ટ સર્કિટ થતા ભંગારનાં ડેલામાં આગ લાગી હતી. આગમાં સમાન સળગી ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ વેરાવળમાં ગઈકાલે મોડી રાત્રે જૈન દેરાસર રોડ પર અચાનક થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે બાજુના ભંગારના ડેલામાં ભયાનક આગ લાગી હતી.જેના કારણે ડેલામાં મોટા ભાગનો સમાન સળગી ઉઠયો હતો.આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.પોલીસ અને ફાયરબ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવતા જાન હાની ટળી હતી.