આજે નર્મદાના કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુલી જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારનું હાલ સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ છે. ત્યારે આજે નર્મદાના કેવડિયા ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાશે. ઓલ ઇન્ડિયા લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુલી જોડાશે.
- Advertisement -
કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા વિવિધ વિષયો પર ચર્ચા થશે
વડાપ્રધાન મોદી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ કાયદા મંત્રીઓ અને સચિવોને સંબોધન કરશે. એ સિવાય PM મોદી અખિલ ભારતીય પરિષદને પણ સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા વિવિધ વિષયો પર ચર્ચા થશે.
વડાપ્રધાન મોદી 19મીએ આવશે રાજકોટના પ્રવાસે
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. ત્યારે એકવાર ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આગામી 19મીએ વડાપ્રધાન મોદીની રાજકોટમાં સભા યોજાશે. આ પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, વડાપ્રધાનના આગમન પહેલાં રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
જોકે રાજકોટમાં યોજાનાર વડાપ્રધાન મોદીનો રોડ શોમાં થોડોક ફેરફાર કરાયો છે. વડાપ્રધાન મોદીનો રોડશો હવે લંબાવાયો છે. આગામી 19 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે અહીં તેઓ રોડ શો કરશે. જેમાં પ્રથમ રોડ શો એરપોર્ટથી શાસ્ત્રી મેદાન સુધી યોજાશે. જ્યારે શાસ્ત્રી મેદાનથી ફરી રોડ શો શરૂ થઈને રેસકોર્સ સુધી યોજાશે. આ રેસકોર્ષ મેદાનમાં વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધશે.
19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી આવશે રાજકોટની મુલાકાતે
19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે આવશે. અહીં તેઓ 6 હજાર કરોડના કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. જેમાં 3 ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટથી રેસકોર્સ સભામંડપ સુધી રોડ-શો યોજાશે. રેસકોર્ષમાં 1.5 લાખ લોકો એકત્ર થવાનો અંદાજ છે.