ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનૈતિક માહોલ ગરમાયો છએ. શુક્રવારના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અરવિદ કેજરીવાલ અને અને આપના નેતાઓને આડે હાથ લીધા છે.
ગુજરાતમાં આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લઇને કરેલા નિવેદનથી બીજેપી ગુસ્સે ભરાયું છે. ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન આપ્યા પછી શુક્રવારના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, આ આક્રોશને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા છે. આવનારા વિધાનસભઆ ચુંટણીમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સફાયો બોલી જશે.
- Advertisement -
ગુજરાતના લોકો જ તેને પાઠ ભણાવશે
કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલજી તમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દેનારી મહિલાને ગાળી આપી રહ્યા છે. વડાપ્રધાનની માતાનું અપમાન ગુજરાતના લોકો સહન નહીં કરે. જો તમને લાગતું હોય કે, વડાપ્રધાનની માતાનું અપમાન કરીને તેઓ ગુજરાતમાં લોકપ્રિયતા હાંસિલ કરી લેશે તો તે તેમની મોટી ભૂલ છે. આ ભૂલ માટે ગુજરાતના લોકો આવનારી ચુંટણીમાં તેમને પાઠ ભણાવશે. આના માટે આપએ મોટી રાજનૈતિક કિંમત ચુકવવી પડશે.
Press byte by Union Minister Smt. @smritiirani in New Delhi. https://t.co/VLXMWTCkZU
— BJP (@BJP4India) October 14, 2022
- Advertisement -
રાજનૈતિક કારકિર્દી ચમકાવવા કરી રાજનીતિ
તેમણે વધુ પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતના લોકોએ હવે સંકલ્પ લીધો છે કે, આપને આવનારી ચુંટણીમાં પાઠ ભણાવશે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, પોતાની રાજનૈતિક કારકિર્દી ચમકાવવા માટે તેઓ વડાપ્રધાન મોદી અને તેમની 100 વર્ષની માતાનું અપમાન કરી રહ્યાં છે. આપની પાર્ટીએ ગુજરાતની જનતાની લાગણીને ઠેસ પહોંચાડી છે.
मैं अरविंद केजरीवाल जी से आज कहना चाहती हूं कि शब्द कम पड़ते हैं, आक्रोश को व्यक्त करने के लिए, लेकिन गुजरात और गुजरातियों ने ये संकल्प लिया है कि आम आदमी पार्टी को आगामी चुनाव में ध्वस्त करेंगे।
– श्रीमती @smritiirani pic.twitter.com/JwQp0lpJtX
— BJP (@BJP4India) October 14, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા કેજરીવાલને આપી પડકાર
સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને પડકાર આપતા કહ્યું કે, ચુંટણીમાં જીતવા માટે અરવિંદ કેજરીવાલ હવે કેટલું વધારે ખરાબ કરશે એ વાતમાં કોઇ શક નથી. હું આજે તેમને પડકાર આપું છું કે પોતાની જાતેન કૃષ્ણનું રૂપ કહે છે. જો અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો ગુજરાતની ધરતી પર આવીને આવા શબ્દ બોલીને દેખાડે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કેજરીવાલના ઇશારે જ થઇ રહ્યું છે.
AAP पार्टी के नेता ने प्रधान सेवक की 100 वर्षीय मां का अपमान इसलिए किया, क्योंकि वो अपनी राजनीति चमकाना चाहते हैं।
गुजरात और गुजरातियों ने ये संकल्प लिया है कि AAP पार्टी को आगामी चुनाव में ध्वस्त करेंगे।
– श्रीमती @smritiirani pic.twitter.com/jxsUhrnr7r
— BJP (@BJP4India) October 14, 2022
ગોપાલ ઇટાલીયાની ગઇકાલે થઇ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, ગુરૂવરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમે ખરાબ શબ્દોમાં ટિપ્પણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસએ ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક કલાકો પછી પોલીસએ તેમને છઓડી દીધા હતા. આ ઘટના પર આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પણ ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ગુજરાતના લોકોની જીત થઇ.