સ્થળ તપાસ કરી લાયસન્સ ઇશ્યુ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ તા.23 ઓકટોબરે રહ્યો છે. ત્યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્સ) મેળવી લેવા અપીલ કરી છે. જે અનુસંધાને આજ દિવ સુધીમાં 80 અરજીઓ આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં થતા ફટાકડા સ્ટોલના ધંધાર્થીઓએ ફરજીયાત મનપાના ફાયરબ્રિગેડનું એન.ઓ.સી. જરૂરી હોય છે. ત્યારે ફટાકડાના લાયસન્સ માટે આજ દિન સુધીમાં 80 અરજીઓ આવી છે. તંત્ર દ્વારા સ્થળ તથા સેફટી એનઓસી ઇસ્યુ કરવામાં આવશે. હજુ લાયન્સ માટે અરજી આવી રહી છે.