– સર્વોચ્ચ અદાલત દ્વારા કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ મુદ્દે એક જજે રિટ ફગાવી, બીજા જજે કર્ણાટકના હાઈકોર્ટના ચૂકાદાને રદ કર્યો
– જસ્ટીસ હેમંત ગુપ્તા દ્વારા હીજાબ પર પ્રતિબંધ મુકવાનો રાજ્ય સરકારને અધિકાર માન્ય રખાયો: કર્ણાટક હાઈકોર્ટનો ચૂકાદો યોગ્ય
- Advertisement -
– જસ્ટીસ સુધાંશુ ધુલીયા દ્વારા હિજાબ અંગે કહેવાયું, એ વ્યક્તિગત પસંદગીનો વિષય: અદાલત તેમાં દરમિયાનગીરી ન કરી શકે: કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને ફગાવ્યો
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં આજે સર્વોચ્ચ અદાલતની બે જજની ખંડપીઠે અલગ-અલગ ચૂકાદા આપ્યા છે અને હવે સર્વોચ્ચ અદાલતની મોટી બેંચ સમક્ષ આ વિવાદ જશે. આજે ભારતે ઉત્તેજના વચ્ચે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર મુકાયેલા પ્રતિબંધને પડકારતી રિટ અરજી પર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ આ રિટ ફગાવી હતી.
Karnataka Hijab ban case | In view of a split verdict by Supreme Court, the order of the Karnataka High Court will remain applicable in the interim time: Advocate Barun Sinha representing the Hindu side pic.twitter.com/LcaU3j2G5r
- Advertisement -
— ANI (@ANI) October 13, 2022
કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખતા જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાનો રાજ્ય સરકારને અધિકાર છે અને તે મુજબ હિજાબ પ્રતિબંધીત રહે છે. જ્યારે ખંડપીઠના બીજા ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલીયાએ પોતાનો અલગ ચૂકાદો આપ્યો હતો અને કહ્યું કે હિજાબ પહેરવો કે નહીં તે પસંદગીનો પ્રશ્ન છે તેનાથી કોઇ વધુ કે કાંઇ ઓછુ ગણી શકાય નહીં.
Karnataka Hijab ban case | The operative part of the order says that the matter has to be placed before the Chief Justice of India for the constitution of a larger bench or another bench: Advocate, Ezaz Maqbool, lawyer for the petitoner side pic.twitter.com/0wmz7t7gdh
— ANI (@ANI) October 13, 2022
આ સાથે જસ્ટીસ ધુલીયાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં હિજાબ પરનો પ્રતિબંધ યોગ્ય ગણાવાયો હતો. ગત તા. 22ના રોજ સર્વોચ્ચ અદાલતમાં 10 દિવસની સુનાવણી બાદ ચૂકાદો મુલત્વી રખાયો હતો અને હવે બે જજોની ખંડપીઠે અલગ અલગ ચૂકાદા આપતા સુપ્રિમ કોર્ટની મોટી બેંચ આ વિવાદની સુનાવણી કરે તેવી શક્યતા છે.
Spilt verdict in Karnataka Hijab ban case; Justice Hemant Gupta says the matter is referred to the Chief Justice Of India for appropriate direction pic.twitter.com/pREf2RggSs
— ANI (@ANI) October 13, 2022
બીજી તરફ સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાથી કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ યથાવત રહે છે કે કેમ તેના પર સૌની નજર છે. આ હિજાબનો વિવાદ દેશભરમાં ચમક્યો હતો અને તે એક રાજકીય મુદ્દો પણ બની ગયો હતો. અને હવે આગામી દિવસોમાં તે વિવાદ વધુ આગળ વધશે તેવા સંકેત છે.