કોરોના કાળમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવનાર ભારતીય રસીએ કમાલ સર્જી હોય તેમ કોરોના મૃત્યુદરમાં હવે ધરખમ ઘટાડો થયો છે. આઇસીએમઆર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે કોરોનાની સારવારમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર 39થી ઘટીને 14 ટકા થઇ ગયો છે.
આઇસીએમઆર દ્વારા રસીકરણ અને હોસ્પિટલમાં મૃત્યુદર વિશે સૌપ્રથમ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. દેશની 4રથી વધુ હોસ્પિટલોમાં દાખલ 30 હજારથી વધુ દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા. 29509 કોરોના દર્દીઓના વિશ્લેષણમાં 72.3 ટકાને તાવ, 48.9 ટકાને શ્વાસ લેવામાં તકલીફ, 45.50 ટકાને સુકી ઉધરસ જેવા લક્ષણો થતા 39.57 દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. તે 14.50 ટકા થવા જાય છે.
- Advertisement -
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત થનારા આ અભ્યાસ રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, રસીકરણ પૂર્વે કોરોના દર્દીઓમાં મૃત્યુનું જોખમ 95 ટકા હતું. પરંતુ બંને ડોઝ લીધા બાદ મૃત્યુનું જોખમ માત્ર 0.7 ટકા રહી ગયું હતું. મૃતકોની સારવાર સંમરી પરથી એવું પણ માલુમ પડયું હતું કે મોટા ભાગના મૃતકોની ઉંમર 60 વર્ષથી વધુ હતી તેઓને ડાયાબીટીસ, લીવર અને શ્વાસના રોગ હતા.
અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોરોના સંક્રમણ લાગુ પડયા પૂર્વે જે લોકો સ્વસ્થ થતા તેઓમાં રસીની અસર વધુ સારી હતી. પરંતુ સંક્રમિત થયા પૂર્વે અન્ય કોઇ રોગથી પીડિત હતા. તેઓમાં કોરોનાનું જોખમ વધુ ગંભીર હતું. રસીકરણ બાદ આ જોખમમાં મોટો ઘટાડો થયો હતો. અભ્યાસમાં સામેલ કરાયેલા 53.1 ટકા દર્દીઓ અન્ય બિમારીઓથી પીડિત હતા. તે પૈકી 32.4 ટકાને હાઇબીપી અને 26.2 ટકાને ડાયાબીટીસની બીમારી હતી.