ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં શરદપૂનમની પૂર્વરાત્રીએ સમસ્ત સિંધી સમાજ લાલ સાંઈ ફાઉન્ડેશન દ્વારા એક રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળના અંકુર સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા આ આયોજનમાં ગુજ્જુ દયાબેન તરીકે જાણીતી કાજલ રામાનંદીએ ધૂમ મચાવી હતી. સ્ટેજ પરફોર્મર તરીકે પ્રખ્યાત ગાયક કલાકારો પારૂલ પરમાર અને સમાબેન મીર હાજર રહ્યા હતા.સિંધી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની આરાધના કરી લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
વેરાવળ રાસોત્સવમાં ગરબાની રમઝટ
