દક્ષિણ અમેરિકાના દેશ વેનેજુએલામાં ભારે તબાહી મચાવી દીધી છે. વેનેજુએલામાં સતત કેટલાક દિવસોથી ભારે વરસાદ નાકારણે ભૂસ્ખલન થયો છે. જેમાં ઓછામાં ઓછા 22 લોકોની મૃત્યુ થઇ છે અને પૂરના કારણે 50થી વધુ લોકો ગાયબ થયા છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. નદીઓના જળસ્તરમાં વધારાથી વિસ્તારમાં પૂરની સ્થિતિ બની છે. વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજએ આ જણકારી આપી છે. તેમણે કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
- Advertisement -
ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજએ કહ્યું કે, ભારે વરસાદના કારણે મધ્ય વેનેજુએલામાં પાંચ નાની નદિઓમાં પૂર આવી ગયા છે. રોડ્રિગેજનએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, શનિવારની રાત ભારે વરસાદના પહાડોથી મોટા વૃક્ષો પાણીના વહેણમાં તણાય ગયા, જેથી વ્યવસાયો અને ખેતીને મોટું નુકસાન થયું છે. સમુદાયની પીવાના પાણીને પહોંચાડનાર પાઇપલાઇને પણ પાણીના વહેણમાં તણાય ગઇ છે.
A landslide in central Venezuela left at least 22 people dead and more than 50 missing after heavy rains caused a river to overflow, said Vice President Delcy Rodriguez: AFP
— ANI (@ANI) October 9, 2022
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર શહેરમાં હવે કિચડ અને ચટ્ટાનોની નીચે ફસાયેલા લોકોની જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છીએ. સાથે જ સેના અને બચાવ કર્મચારીઓને પણ લોકોને રહેવા માટે નદીના કિનારાની તપાસ કરી રહ્યા છે. તેજેરિયાસ શહેરમાં જે થયું એ તબાહી છે. પૂરના કારણે ત્રણ રાજ્યોમાં ભૂસખ્લન થયું, પરંતુ જાનમાલને કોઇ નુકસાન થયું નથી. હાલના અઠવાડિયામાં લા નીના મૌસમ પેર્ટનના કારમે ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 40 થઇ ગઇ છે. વેનેજુએલાને પૂર અને ભુસ્ખલ્નનો સામનો કરવો પડયો છે.