ખાસ-ખબર સંવાદદાતા
1962 કરુણા સેવા સતત 5 વર્ષથી ગુજરાતમાં સેવા પ્રદાન કરી રહી છે જેમાં 1962 ની કરુણા એમ્બ્યુલન્સ 2017 થી કાર્યરત છે અને આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,30,000 થી વધુ પશુ તેમજ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે જ્યારે મોરબી જીલ્લામાં 7900 થી વધુ પશુ અને પક્ષીઓની સારવાર 1962 એનિમલ હેલ્પલાઈન દ્વારા કરવામાં આવી છે. મોરબી જીલ્લાની 1962 ની કરુણા એમ્બ્યુલન્સ સેવાની સફળતાના પાંચ વર્ષ પુરા બદલ કરવા બદલ મોરબી જીલ્લામાં નાયબ પશુનિયામક કટારા અને પશુ પાલન ખાતાના વિવિધ અધિકારી તેમજ 1962 અધિકારી અને સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 1962 ની એક એવી સેવા છે કે જેના દ્વારા નિરાધાર પશુઓ, પક્ષીઓની તેમજ કુતરાઓને સારવાર આપવામાં આવે છે. આ સેવાનો લાભ દરેક સેવાભાવી માણસો લઈ રહ્યા છે અને તેમની જાગૃતતાથી મોરબી ખાતે કરુણા એમ્બ્યુલન્સ ખુબ જ જાણીતી થઈ હોવાથી આ ટીમ ગમે ત્યારે પશુ-પક્ષીઓનો જીવ બચાવવા દોડી જાય છે અને પશુઓને તેમજ પક્ષીઓને સારવાર આપવા સદૈવ ખડેપગે રહે છે.
મોરબીમાં પાંચ વર્ષમાં 7900થી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરતી 1962ની ટીમ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/10/1-16.jpg)