PM મોદીના યશસ્વી શાસન કાર્યકાળનો 22મા વર્ષમાં પ્રવેશ
નરેન્દ્રભાઈએ જાહેર જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડી અને જીતી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્ર્વિક લીડર તરીકે સ્થાપિત થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન કાર્યકાળનો આજે 22માં વર્ષમાં પ્રવેશ થયો છે. આજથી 21 વર્ષ પહેલાં 7 ઓકટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો હતો.
ગુજરાતના 2014 સુધીના મોદીજીના શાસન કાળ દરમિયાન ગુજરાતને વિકાસના પંથે દોડતું કરી સમગ્ર દેશમાં ગુજરાત મોડેલનો ડંકો વગાડ્યો હતો. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં પણ ગુજરાત મોડેલ દેશભરમાં છવાયું હતું, ત્યારબાદ તેઓએ રાષ્ટ્રીય સુકાન સંભાળ્યુ અને આજે તેઓ દેશનાં વડાપ્રધાન જ નહી વૈશ્વિક લીડર પણ બની ગયા છે અને ભારત વિશ્વમાં મહત્વનું રાષ્ટ્ર બન્યુ છે તેનો પ્રારંભ આજના દિવસે થયો હતો અને સૌથી મહત્વની બાબત એ છે કે તેઓએ પોતાના જાહેર જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડી અને જીતી હતી અને ત્યારબાદ તેઓ સતત લોકહૃદયમાં સ્થાન મેળવી રહ્યા છે. ગુજરાતમાં 2001ના ભૂકંપ બાદ જે વિષમ પરીસ્થિતિ સર્જાઈ હતી તેમાં રાજયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈનું આગમન ફકત રાહત બચાવ કાર્ય જ નહી પરંતુ ગુજરાતનો અને દેશનું શાસન કેવું હોવું જોઈએ તે નિશ્ર્ચિત કરવામાં પણ મહત્વની ભૂમિકા તેઓએ ભજવી અને આજે પણ તેઓ દેશનું નેતૃત્વ કરવાની સાથે ગુજરાત માટે ખાસ લાગણી ધરાવે છે અને હાલમાં જ તેમના ગુજરાત પ્રવાસ સમયે તે પ્રદર્શિત પણ કરે છે.
ગુજરાતમાં દિવાળી પહેલા ચૂંટણીની તારીખોનું એલાન!
- Advertisement -
આવતા અઠવાડિયે ચૂંટણી તારીખ જાહેર થઈ શકે: ઓક્ટોબરમાં જાહેરાત નવેમ્બરમાં મતદાન, ડિસેમ્બરમાં પરિણામ આવશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જયારે આમ આદમી પાર્ટી બંને રાજયોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે 15 ઓકટોબર સુધી વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ શકે છે. નવેમ્બરમાં મતદાન યોજાઇ શકે છે. ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજયમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જયારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે તૈયારીઓ તેજ કરી દીધી છે. બંને રાજયોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને રાજયોમાં અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચે ધ્યાને લીધા છે. જેથી ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં કોઈ પણ ખામી ન સર્જાય.