અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમા છેલ્લા દોઢ વર્ષ થી માનસિક અસ્થિર હાલત માં યુવાન રહેતો હતો ત્યારે તેનું નામ પૂછતાં માંગીલાલ જણાવેલ પરંતુ તેને પોતાના રહેઠાણ વિશે કોઈ માહિતી યાદ નહોતી પરંતુ આ યુવાન ના ફોટા પાડી વોટ્સપ તેમજ સોશયલ મીડિયામાં વાયરલ કરેલ જેના અનુસન્ધાને યુવાન વિશે પોતાના કુટુંબી જનો ને માહિતી મળતા માલપુર પોલીસ સ્ટેશન મુકામે આવેલા ત્યારે માલપુર મુકામે રહેતો યુવાન માંગીલાલ કોટવાલ બારેલા સિલાવટ મધ્યપ્રદેશ થી ગુમ થયેલ જે અંગે પોતાના ભાઈ જણાવેલ કે પોતાના ભાઈ ને ગુમ થયે અંગે સિલાવાદ મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન માં જાણવાજોગ હકીકત જણાવેલ ત્યારે આ યુવાન નો સોશયલ મીડિયામાં અને વૉટસપ મુકેલ ફોટાને આધારે યુવાન ની માહિતી મળતા તેના ભાઈઓ માલપુર પોલીસ સ્ટેશન મુકામે આવતા માલપુર પોલીસ એ યુવાન ને બજારમાંથી લાવી પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
જગદીશ સોલંકી અરવલ્લી.