ફલાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ, વીડિયો સર્વેલન્સ, વીડિયો વ્યુઈંગ અને હિસાબી ટીમને પ્રેઝન્ટેશન મારફત જરૂરી માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે ચૂંટણી મદદનીશ ખર્ચ નિરીક્ષકોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તાલીમમાં વિવિધ વિધાનસભાની બેઠકની હિસાબ નિરીક્ષક, ફલાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ, વીડિયો સર્વેલન્સ અને વીડિયો વ્યુઈંગ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરે પ્રેઝન્ટેશન મારફતે દરેક ટીમને કાયદાની જોગવાઈ મુજબના ચૂંટણી ખર્ચના હિસાબોની વિગતવાર જાણકારી આપી હતી. આચારસંહિતાનો ભંગ ન થાય, લાંચ અને વગ જેવા દૂષણોથી જનતાને સુરક્ષિત રાખીને પૂરી તટસ્થતા સાથે વિધાનસભાની ચૂંટણી યોજાય તે રીતે કામગીરી કરવા કલેકટરએ જણાવ્યું હતું.
ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા સર્વે ટીમના અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રની કામગીરીનો અભ્યાસ કરવા ઉપર કલેકટરએ ભાર મુક્યો હતો.
- Advertisement -
દરેક અધિકારીઓને તેમની બેઠકના કાર્યક્ષેત્રમાં પોલીસ સ્ટેશનો, ચેકપોસ્ટ અને બુથની જાણકારી મેળવી લેવા જણાવ્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી દેવ ચૌધરીએ હિસાબી નિરીક્ષકોને વિશેષ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.