રાજકોટમાં મેચ દરમિયાન ફિલ્ડરે હાઈ સ્પીડથી બોલ થ્રો કરતા બેસ્ટમેનના માથામાં વાગ્યો, ખેલાડી ઢળી પડ્યો. રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે ટીમ સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ઈરાની ટ્રોફીની મેચમાં રેસ્ટ ઑફ ઈન્ડિયા વતી રમી રહેલા બેટ્સમેન મયંક અગ્રવાલને માથામાં બોલ વાગી જતાં થોડા સમય માટે અફડાતફડી મચી જવા પામી હતી. મયંકને સૌરાષ્ટ્રની બીજી ઈનિંગ શરૂ થાય તે પહેલાં માથામાં ઈજા થઈ હતી. રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી રહી હતી ત્યારે ફિલ્ડરે બોલનો થ્રો કર્યો હતો જે સીધો મયંકને માથામાં વાગ્યો હતો. મયંકને માથામાં બોલ વાગતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે મયંકને માથામાં થયેલી ઈજા બહુ ગંભીર નહીં હોવાનું નિદાન થયું છે છતાં તકેદારીના ભાગરૂપે તેને સ્કેનિંગ કરાવાતાં તેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
Follow US
Find US on Social Medias