સંયુક્ત આરબ અમિરાતએ આજથી નવી વિઝા પોલીસીની જાહેરાત કરી છે. નવા વિઝા નિયમોની જાહેરાત તો ગયા મહીને જ થઇ હતી, જેમાં 10 વર્ષથી રહેતા લોકોને ગોલ્ડન વીમા યોજના, કુશળ મજુરો માટે અનુકુળ પાંચ વર્ષના રેજિડેન્સી સ્કીમ અને એક નવા પર્યટન વિઝા જેવા વિવિધ લાભોનો સમાવેશ થાય છે, જેના હેઠળ 90 દિવસ સુધી દેશમાં રહેવાની મંજુરી આપવામાં આવશે. આ ફેરફાર હેઠળ પ્રવાસીઓની સાથે- સાથે સાઉદી આરબ અમીરાતમાં કામ કરતા લોકો પર મોટી અસર થશે.
આવો જાણીએ યૂએઇના નવા ઇમિગ્રેશન લોમાં ક્યા મહત્વપૂર્ણ ફેરફારો થયા…
- Advertisement -
– પાંચ વર્ષના ગ્રીન વિઝાની મદદથી વિદેશી વગર કોઇ સ્થાનીક નાગરિક કે કર્મચારીની મદદ વગર પોતાને સ્પોન્સર કરી શકે છે. આ વિઝા માટે ફ્રીલાન્સર્સ, સ્કિલ્ડ વર્કસ, અને રોકાણકારો એલિજિબલ થશે.
– ફ્કત આટલું જ નહીં, તેના સિવાય ગ્રીન વિઝા ધારક પોતોના પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરી શકશે. જો કોઇ ગ્રીન વિઝા હોલ્ડરની પરમિટ અક્સપાયર થાય છે, તો તેમણે 6 મહીનાનો સમય આપવામાં આવે છે.
– ગોલ્ડન વિઝા રોકાણકારો, એન્ટરપ્રિન્યોર, મહત્વની વ્યક્તિઓ અને અનોખી પ્રતિભા ધરાવનારા રીચ લોકો માટે હશે. તેના સિવાય તેમને 10 વર્ષની એક્સપેન્ડેડ રેસિડેન્સી મળશે.
- Advertisement -
– ગોલ્ડન વિઝા હોલ્ડર્સ ફેમિલિ મેમ્બર્સ અને બાળકોને સ્પોન્સર કરી શકશે. ગોલ્ડન વિઝા હોલ્ડરના ફેમિલિ મેમ્બર્સ કાર્ડ હોલ્ડરની મૃત્યુ પછી પણ ત્યાં રહી શકે છે, જ્યાં સુધી વિઝા વેલિડ હોય ત્યાં સુધી.
– ગોલ્ડન વિઝા હોલ્ડર્સને આહિંયા પોતાના બિઝનેસ પર 100 ટાકાના માલિકી હક મળે છે.
– ટૂરિસ્ટ વિઝા પર આવનારા વિઝિટર યૂએઇમાં 60 દિવસ સુધી રહી શકે છે.
– પાંચ વર્ષના મલ્ટી એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા યૂએઇમાં આવનારા સતત 90 દિવસ રહેવાની મંજૂરી આપશે.
– જોબ એક્સપ્લોરેશન વિઝા પ્રોફેશનલ્સને યૂએઇમાં વગર સ્પોન્સર કે હોસ્ટ કે નોકરી શોધવામાં મદદ કરશે.