પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે વધુ એક પંજાબી સિંગર અલ્ફાઝ પર હુમલો કરવામાં આવ્યો. હાલ તે હોસ્પિટલાઇઝ છે.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ સમગ્ર પંજાબી ઈન્ડસ્ટ્રીને હલાવી દીધી હતી. ત્યારે હજુ તો સિદ્ધુના મોતનો જખમ રૂઝાયો નથી ત્યાં તો વધુ એક પંજાબી સિંગર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે અંગે રેપર હની સિંહે સિંગર અલ્ફાઝનો ફોટો શેર કરીને આ સમાચાર લોકો સમક્ષ મૂક્યા છે.
- Advertisement -
હની સિંહે અલ્ફાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
હની સિંહે અલ્ફાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં અલ્ફાઝ હોસ્પિટલના બેડ પર દેખાય છે. જેને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે એક હાથ ઓશિકા પર મૂકવામાં આવ્યો છે. જેથી એ જોઇને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે, અલ્ફાઝની હાલત ખૂબ જ ખરાબ છે.
હનીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગઈ કાલે રાત્રે મારા ભાઈ અલ્ફાઝ પર કોઈએ હુમલો કર્યો છે. જેણે પણ આ કાવતરું કર્યું છે, હું તેને છોડીશ નહીં. કૃપા કરીને તેની માટે પ્રાર્થના કરો.’
- Advertisement -
જાણો શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવાર રાતની છે. અલ્ફાઝ અને તેના મિત્રો મોડી રાત્રે જમવા માટે મોહાલીના લેન્ડરન રોડ પર એક ઢાબા પર પહોંચ્યા હતા. રાત્રી ભોજન કર્યા બાદ ઢાબાના માલિક અને એક ગ્રાહક વચ્ચે પૈસાને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો.
એ દરમ્યાન ગ્રાહક ત્યાંથી ગાડી લઇને ભાગવા લાગ્યો આથી પંજાબી ગાયક અલ્ફાઝ તેની કાર સામે આવી ગયો. આથી ગુસ્સામાં પંજાબી ગાયક અલ્ફાઝ પર તે ગ્રાહક અને તેના મિત્રોએ હુમલો કરી દીધો. ત્યાર બાદ અલ્ફાઝને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એ ગ્રાહકનું નામ વિશાલ જણાવવામાં આવી રહ્યું છે. મોહાલી પોલીસ સ્ટેશનમાં તેની અને તેના મિત્રો વિરુદ્ધ હાલ FIR પણ દાખલ કરી દેવાઇ છે.
Punjabi singer Alfaaz admitted to a private hospital in Mohali, Punjab after getting injured.
(Photo Courtesy: Alfaaz's Instagram account) pic.twitter.com/eFfgGoGZQL
— ANI (@ANI) October 3, 2022
જાણો કોણ છે સિંગર અલ્ફાઝ?
અલ્ફાઝનું સાચું નામ અનંજોત સિંહ પન્નુ છે. તેનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેણે 2011માં પંજાબી ગીત ‘હાય મેરા દિલ’થી 2011માં પોતાનું સિંગિગ ડેબ્યુ કર્યું હતું. એ સિવાય તેણે બોલિવુડમાં બર્થ ડે બેશ ગીત ગાયું હતું. અલ્ફાઝ વર્ષ 2013માં ફિલ્મોમાં દેખાયો હતો. તેની પ્રથમ ફિલ્મ ‘જટ્ટ એરવેઝ’ હતી.
એવું કહેવાય છે કે માત્ર 14 વર્ષની ઉંમરે અલ્ફાઝે ગીતો લખવાનું શરૂ કરી દીધું હતું. તેનું પ્રથમ લખાયેલું ગીત તેમના ક્રશથી પ્રેરિત હતું. 12માં ધોરણમાં પહોંચી તેણે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત, તે શાળા-કોલેજમાં ભાંગડાના ક્લાસ પણ આપતો હતો. તે સમયે તેનો પગાર 25 હજાર રૂપિયા હતો. એવું કહેવાય છે કે તેઓ તેમના જીવનથી પ્રેરિત થઈને ગીતો લખે છે.