ખાસ-ખબર સંવાદદાતા
36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકી ટીમો આવી રહી છે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની સર્વાધિક ખેલાડીઓની હરિયાણા ટીમ પણ રાજકોટ ખાતે આવી પહોંચી છે. જેમણે આજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. હરિયાણા ટીમના સવિતા પુન્યા કે જેઓ ભારતીય ટીમના કેપ્ટન અને ગોલ કીપર છે, તેમની સાથે ભૂતપૂર્વ કેપ્ટન રાણી રામપાલ, મોનીકા મલિક સહિતની ટીમ સાથે કોચ ગુરુબાજ સિંઘ, વીરેન્દ્ર તેમજ આનંદ આવેલા છે. ભારતીય હોકી ટીમે હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. સવિતા પુન્યા, મોનીકા મલિક અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલા છે. જયારે રાની રામપાલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલા છે. ભારતીય મહિલા હોકી ટીમ અંગે કેપ્ટને જણાવ્યું હતું કે , હાલ ભારત ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમનું ફ્યુચર બ્રાઇટ છે. આગમી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ઓલમ્પિક માટે ક્વોલિફાય થવાનું સ્વપ્ન સાથે આવનારા દિવસોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોપ પોઝિશન મેળવશે તેઓ આશાવાદ તેમણે દર્શાવ્યો હતો.