વંથલી તાલુકાની બંટીયા પ્રાથમિક શાળાનું બે વર્ષ પહેલાં ડિમોલેશન થયેલ છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈ કારણોસર નવી બિલ્ડીંગનું કામ આજદિન સુધી ફરી શરૂ ન થતા અને પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું હોય જેને લઇ બંટીયા ગામના સરપંચ દ્વારા અનેકવાર તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. નાછૂટકે સમસ્ત બંટીયા ગ્રામજનો દ્વારા ગઈકાલે પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી બંટીયા સરપંચ, ઉપસરપંચ, ગ્રામજનો તથા એસ.એમ.સી અધ્યક્ષ દાતાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઈ દીવરાણીયા દ્વારા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આ અંગે બંટીયાના સરપંચ શૈલેષભાઇ ગોઠીએ જણાવ્યું હતું કે, દશ દિવસમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો બધા વાલીની સંમતિથી શાળામાંથી એલ.સી. કઢાવવાની ચીમકી ઉચ્ચારી છે.
વંથલીનાં બંટીયા પ્રાથમિક શાળાને સરપંચ સહિત ગામલોકોએ તાળાબંધી કરી
Follow US
Find US on Social Medias