હિમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે, જે શરીરના તમામ ઓર્ગન સુધી ઓક્સિજનનું વહન કરે છે. હિમોગ્લોબિનની ઉણપને પૂરી કરવા માટે ડ્રાયફ્રૂટ્સનું સેવન કરી શકાય છે.
જો આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે. હિમોગ્લોબિન એ રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અવયવોમાં ઓક્સિજનનું વહન કરે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે કયા ડ્રાયફ્રુટ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- Advertisement -
સવારે ખાવ પલાળેલી બદામ
કહેવાય છે કે દિમાગને તેજ કરવા માટે આપણે રોજ બદામ ખાવી જોઈએ. જો તમારું શરીર હિમોગ્લોબિનની ઉણપને કારણે નબળું પડી ગયું છે, તો દરરોજ સવારે પલાળેલી બદામ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- Advertisement -
કાજુનું કરો સેવન
કાજુનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને વાનગીઓમાં થાય છે. કાજુમાં પણ આયર્ન મળી આવે છે. આયર્ન અને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે કાજુનું સેવન એક કારગર ઉપાય છે.
પિસ્તા પણ છે ખૂબ જ ફાયદાકારક
પિસ્તા હિમોગ્લોબિન વધારવામાં પણ મદદરૂપ છે. પિસ્તાનો સ્વાદ ઘણા લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. જો તમે તેને નિયમિત ડાયેટમાં સામેલ કરો છો, તો શરીરમાં આયર્નનું પ્રમાણ વધશે, જે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરશે.
અખરોટ કરશે અસર
અખરોટમાં ગજબના ન્યૂટ્રિએન્ટ હોય છે. 5 કે 6 અખરોટ ખાવાથી શરીરને લગભગ 0.82 મિલિગ્રામ આયર્ન મળે છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમારે દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ.