વાંકાનેરના રાતવીરડા ગામમાં શ્રમિક મહિલાને પ્રસવ પીડા ઉપડતા મોરબી 108 ટીમ તુરંત દોડી ગઈ હતી જોકે મહિલાની તબિયત ગંભીર હોવાથી 108 ટીમે એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં એક શ્રમિક મહિલાને પ્રસવની પીડા ઉપડતા રાતાવીરડાના આશાવર્કર દ્વારા મકનસર 108 ની ટીમને જાણ કરવામાં આવતા મોરબીના મકનસર લોકેશનની ટીમના ઈએમટી કમલેશ પરમાર અને પાયલોટ ગૌતમ મકવાણા તુરંત ગામમાં પહોંચ્યા હતા જો કે મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી જો તાત્કાલિક પ્રસુતિ ન થાય તો માતા અને નવજાત શિશુ બંનેના જીવને જોખમ સર્જાય તેમ હોવાથી 108 ની ટીમે હોસ્પિટલમાં જવાના બદલે સરતાનપર ચોકડી પાસે જ એમ્બ્યુલન્સ ઉભી રાખી મહિલાની પ્રસૂતિ કરાવી હતી. સમયસર 108 ની ટીમે પોતાની આગવી સૂઝબૂઝ અને 108 ના ઉપલબ્ધ જીવનરક્ષક સાધનો થકી મહિલાની સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો અને બાદમાં બંને માતા બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મોરબી 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરીને માતા-બાળકના જીવ બચાવ્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias