વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓએ આજે સુરત અને ભાવનગરને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી છે.
વડાપ્રધાન મોદીએ આજે ભાવનગરમાં 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તેઓએ ભાવનગરમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, ‘સમગ્ર દેશમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી પહેલો અને સૌથી વધુ લાભ ભાવનગરને થશે.’
- Advertisement -
જૂની સ્ક્રેપિંગ પોલિસીની સૌથી મોટો લાભ ભાવનગરને મળશે: વડાપ્રધાન મોદી
પીએમએ કહ્યું કે, ‘અલંગને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારે જૂની સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે, તે જ્યારે લાગુ થશે ત્યારે આખા દેશમાં આ વ્હિકલ પોલિસીનો સૌથી પહેલા અને સૌથી વધુ લાભ તમને(ભાવનગર) મળવાનો છે. તેનું કારણ છે અલંગની પાર્ટ્સથી જોડાયેલી વિશેષજ્ઞતા છે, જાણકારી છે. તેવામાં જહાજોની સાથો સાથ બીજા નાના વાહનોની સ્ક્રેપિંગ માટે પણ દેશમાં મોટું યાર્ડ બનશે. એક સમયે વિદેશોથી પણ નાની-નાની ગાડીઓ લાવીને તેને સ્ક્રેપ કરવાની શરૂ કરી દેશે. જહાજોને તોડીને જે લોખંડ નિકળે છે, કન્ટેનરો માટે કોઈ એક જ દેશ પર નિર્ભરતા કેટલું મોટું સંકટ હોય છે, ભાવનગર માટે એ પણ મોટો અવસર છે. વૈશ્વિક વેપારમાં દેશની ભાગીદારીમાં ભાવનગરનું યોગદાન હશે. દુનિયા પણ કન્ટેનર્સમાં ભરોસાપાત્રની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનતા કન્ટેઇનર આત્મનિર્ભરને પણ ઉર્જા આપશે અને રોજગાર પણ આપશે. મનમાં સેવાનો ભાવ, પરિવર્તનની ઇચ્છાશક્તિ હોય તો માટામાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.’
We've developed several coastal industries, meeting the needs of industries by developing a network of coal terminals. The government has continuously promoted aquaculture. Gujarat's coastline is responsible for exports and imports, being an employment generator: PM Modi in Surat pic.twitter.com/npDg2oObOU
- Advertisement -
— ANI (@ANI) September 29, 2022
હું અહીં મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો: વડાપ્રધાન મોદી
મને આવવામાં વર્ષો લાગ્યા ગયા, હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. ગત વર્ષનું બાકી હતું તે પણ લઇને આવ્યો છું. આમ પણ ભાવનગરનો મારા પર અધિકાર છે.
ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથીઃ વડાપ્રધાન મોદી
તમે ભાવનગર આવો અને નરસિંહ મામાના ગાંઠીયા, દાસના પૈંડા, અને ગાંઠીયા યાદ કરું એટલે મને મારા હરિસિંહ દાદા યાદ આવે, ખુબ વર્ષો પહેલા મને ગાંઠિયા ખાવાનું શિખવ્યું હોય તો હરિંસિંહ દાદાએ શિખવાડ્યું. તે જ્યારે અમદાવાદ આવે એટલે ગાંઠિયા લેતા આવે. આજે જ્યારે ભાવનગર આવું ત્યારે નવરાત્રિનું વ્રત ચાલે એટલે નકામું. પણ છતાય ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથી. આ ભાવનગરની તાકાત છે.
વધુમાં વડાપ્રધાનએ કહ્યું કે, ‘છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં અનેક બંદરોનો વિકાસ કર્યો છે, અનેક બંદરોનું આધુનિકીકરણ પણ કર્યું છે.’
#WATCH | People shower flower petals on PM Modi's car as he holds a roadshow in Gujarat's Bhavnagar
PM will lay the foundation stone of the World’s first CNG Terminal and of brownfield port at Bhavnagar
(Source: DD) pic.twitter.com/2K27YBJQ0F
— ANI (@ANI) September 29, 2022
ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે: વડાપ્રધાન
પીએમ મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે, ‘ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.’
ભાવનગરમાં 5200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- 402 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2 અને પેકેજ 7નું લોકાર્પણ
– 112 કરોડના ખર્ચે 25 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ
– 111 કરોડના ખર્ચે ભાવનગર ST બસ પોર્ટનું લોકાર્પણ
– 100 કરોડના ખર્ચે રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ
– 70 કરોડના ખર્ચે નવાગામ ખાતે કન્ટેઇનર મેન્યુફેકચરીંગનું લોકાર્પણ
– 58 કરોડના ખર્ચે યુ.જી.ડી. બોટાદ ફેઝ 1 અને 2નું લોકાર્પણ
– 43 કરોડના ખર્ચે 32 એમ.એલ.ડી, એસ.ટી.પી બોટાદનું લોકાર્પણ
– 10 કરોડના ખર્ચે તળાજાની મોડેલ સ્કૂલનું લોકાર્પણ
– 6 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ
– 5 કરોડના ખર્ચે મોતીબાગ ટાઉનહોલનું લોકાર્પણ
– 4024 કરોડના ખર્ચે નવાબંદર ખાતે CNG ટર્મીનલનું ખાતમુહૂર્ત
– 1045 કરોડના ખર્ચે ઢાંકીથી નાવડા બલ્ક પાઇપ લાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
– 200 કરોડના ખર્ચે નવા માઢીયા ખાતે GIDCનું ખાતમુહૂર્ત
– 135 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2, પેકેજ 9નું ખાતમુહૂર્ત



