વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ભાવનગર અને સુરતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. જ્યારે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ આ પ્રવાસની શરુઆત આજે સુરતથી કરશે. સવારના 11:15 વાગ્યે સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થશે. જ્યાર બાદ લિંબાયત વિસ્તારથી 3 હજાર 400 કરોડના વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી ભેટ આપશે. એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ કરશે. વડાપ્રધાન મોદી સુરતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતથી 1 વાગ્યા બાદ તેઓ ભાવનગર જવા રવાના થશે.
- Advertisement -
ભાવનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
આજે ભાવનગરમાં પણ વડાપ્રધાન મોદી રોડ-શો કરશે તેમજ જાહેર સભાને પણ સંબોધશે. ભાવનગરમાં વડાપ્રધાન બપોરના 2થી 3 વાગ્યા સુધી રોકાશે. ભાવનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન મોદી બપોરના દોઢ વાગ્યે એરપોર્ટ પર આગમન બાદ તેઓ મહિલા કોલેજથી અઢી કિલોમીટર લાંબો રોડ શૉ યોજશે. ત્યાર બાદ જવાહર મેદાનમાં જાહેરસભા સંબોધશે.
રાત્રે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે
- Advertisement -
જ્યાર બાદ સાંજના 4 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચશે. જ્યાંથી તેઓ ગાંધીનગરમાં રાજભવન માટે જવા રવાના થશે. જ્યાર બાદ સાંજે સાત વાગ્યે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રીના નવ વાગ્યે તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે. ગરબા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર માટે જવા રવાના થશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
નવરાત્રિના પાવન પર્વે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ
તારીખ: 29 સપ્ટેમ્બર, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPS9ngD
• https://t.co/3xD28cK7Pu
• https://t.co/gDXaSM7jQg pic.twitter.com/cOO3RoCcC5
— BJP Gujarat (@BJP4Gujarat) September 28, 2022
જાણો વડાપ્રધાન મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
– વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
– સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાન મોદી
– પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે
– વડાપ્રધાન મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
– સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે વડાપ્રધાન
– આજે ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન
– ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે વડાપ્રધાન
– સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે વડાપ્રધાન મોદી
– અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે વડાપ્રધાન
– અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી
– સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી
– રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી
– વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે