જૂનાગઢ આહીર કર્મચારી મંડળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આહીર કર્મચારી મંડળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રો, વર્ગ 1,2માં નિમણુંક પામેલા અધિકારીઓ,નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આહીર કર્મચારી મંડળની નવી ઓફીસનું સાંસદ પુનમબેન માડમનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરનાં સાંસદ પુનમબેન માડમ,માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા,તાલાલાનાં ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડ,અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારિયા, દિનેશભાઇ ખટારિયા,મહંત મહાદેવગીરીબાપુ, કોર્પોરેટર કિરીટભાઇ ભીંભા, કનુભાઇ સોરઠિયા સહિતનાં હાજર રહ્યાં હતા અને છાત્રો અને અધિકારીઓને સન્માનિત કર્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઇએ બારડે સમયનું મહત્વ, યુવાનોમાં વ્યસ્ન, ઉચ્ચશિક્ષણ અને સમાજે આવા કાર્યક્રમો વારંવાર કરવા કહ્યું હતું. ધારાસભ્ય જવાહરભા ચાવડા કહ્યું હતું કે,વટ,વચન અને આશરા વચ્ચે જ સમાજ જીવતો આવ્યો છે. તેમણે માહિતી અને નોલેજ સભર બનાવ અને શિક્ષણમાં દિકરા-દીકરીનું સમાન્તર સ્તર લાવવા કહ્યું હતું. અધિક કલેકટર એલ.બી.બાંભણિયાએ સમાજની તાકાત,નબાળઇ અંગે પ્રકાશ પાડ્યો હતો અને નિષ્ફળતાને પણ સમાજે બિરદાવવી પડશે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમમાં ચાલુ વર્ષે નિવૃત થયેલા 20 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નિવૃત કર્મચારીઓએ પોતાનાં કૌશલ્ય પ્રમાણે રોજ એક કલાક કુંટુંબ,ગામ,સમાજ અને રાષ્ટ્રને આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.જૂનાગઢ આહિર કર્મચારી મંડળની સ્થાપનાં વર્ષ 2012માં થઇ હતી. દર વચ્ચે પંચામૃત કાર્યક્રમ કરવામાં આવે છે. આજ સુધીમાં કર્મચારી મંડળ દ્વારા 2200 વિદ્યાર્થીઓ, 110 વર્ગ1,2માં નિમણુંક પામેલા અધિકારીઓ, 70 વિશિષ્ટ સિધ્ધી પામેલાઅને 172 નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે.