ઉતરાખંડમાં તોફાની હવામાન વચ્ચે તવાઘાટ-લિપુલેખના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક આખેઆખો પહાડ તૂટીને રસ્તા પર આવી ગયો હતો. જેને પગલે કૈલાસ માનસરોવર યાત્રાનો રુટ બંધ કરી દેવામાં આવ્યો હતો. 40 પ્રવાસીઓ અટવાયા છે.
રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઇન લાગી જવા સાથે ટ્રાફીક જામ સર્જાયો છે. કેદારનાથ યાત્રાળુઓને પણ જુદા-જુદા સ્થળોએ અટકાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે.
- Advertisement -
તવાઘાટ-લિપુલેખનો માર્ગ પણ કેટલાક દિવસોથી બંધ હતો અને બુધવારે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાં ફરી વખત આખેઆખો પહાડ ધસી જતાં બંધ કરવો પડ્યો છે.