અંબરીશ ડેર, લલિત વસોયા, હર્ષદ રીબડીયા, ચિરાગ કાલરીયા 4 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલુ છે ત્યારે ફરી ચૂંટણી પૂર્વે ઓપરેશન લોટ્સ સક્રિય થયું છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી પક્ષપલટાની ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના જે ખકઅ ભાજપની રડાર માં છે તેં કેસરિયો કરે તેવી શક્યતા વર્તાઇ રહી છે. મહત્વનું છે કે ઙખ નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પ્રવાસે છે તે દરમિયાન જામકડોરણામાં સભામાં કોંગેસના કેટલાક ખકઅને ભાજપનો ખેસ પહેરે તેવી રાજકિય ગતિવિધિઓ દેખાઈ રહી છે.
મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર પણ મળી રહ્યું છે. જેના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રના 4 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળ પર સવાર થઈ શકે છે.જામકંડોરણામાં ત્રણ થી ચાર કોંગ્રેસના ખકઅને આવકારવા તખ્તો તૈયાર થઈ ગયો છે. બસ કયા કોંગી ધારાસભ્યો ભાજપમાં એન્ટ્રી કરશે તેણે લઈને અનેક નામો સામે આવી રહ્યા છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખાસ કરીને નીચેના 4 ધારાસભ્યોના નામ લિસ્ટમાં મોખરે છે. પણ તેઓ સતત રટણ કરી રહ્યા છે કે અમે કોંગ્રેસની સાથે જ છીએ, વાત માત્ર અફવાઓ છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં કયા નવા ખેલ જોવા મળી શકે છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજકોટની મુલાકાતે છે.ચિરાગ કાલરીયા – જામજોધપુર, હર્ષદ રીબડીયા – વિસાવદર, અંબરીશ ડેર- રાજુલા, લલિત વસોયા – ધોરાજી આ 4 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
- Advertisement -
કોંગ્રસના ધારાસભ્યોનું ભાજપ ગમન યથાવત
કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આ તરફ આ પક્ષપલટાથી કોંગ્રેસનું પેટનું પાણી પણ હલતું નથી અને જાહેર મંચ પરથી એમ કહ્યા કરે છે કે જેને જવુ હોય એ જાય, એવા પાંચ પચ્ચીસ જવાથી અમને ફરક પડતો નથી. હાલ ધારાસભ્યો તૂટવાની વાતથી ખુદ કોંગ્રેસ પણ અજાણ છે તેવું પણ નથી. કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીને પણ એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે અને તેની પાછળના કારણો પણ છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના ક્યા ધારાસભ્યો છે, જે પાર્ટી છોડવાની ફિરાકમાં છે ? કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે? શું કોંગ્રેસ પાર્ટી તેમના ધારાસભ્યોની સાચવી શકતી નથી?