મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે રોડ શો હોય જેને લઈ મોરબી નગરપાલિકા અને વહીવટી તંત્ર વાહવાહી મેળવવા છેલ્લી ઘડી સુધી રોડના પેચવર્ક કરવા ઉંધા માથે થયું છે.
જેને લઈને શહેરીજનોમાં પણ ક્યાંકને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે અને મોરબીવાસીઓને ખખડધજ રસ્તોમાં ચાલવા મજબૂર કરતું તંત્ર ભાજપ સામે ઘૂંટણીયે થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.