ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબ જ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમિયાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી જેથી હાલમાં સરકારી કોલેજના અધ્યાપકોએ એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે અન્ય દેખાવો જેવા કે રામધૂન, રેલી , સૂત્રોચાર અને સોશિયલ મિડિયા મેસેજ ઙફમફિિાંફિતવક્ષજ્ઞ થી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ , લાંબાગાળાથી બઢતી અને બદલીની અવગણના, જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચના ઝઅ અને ઉઅ ની માંગણી માટે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરીને પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ લખધીરજી એન્જિનિયરિંગ ડિગ્રી કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીમાં કોલેજના અધ્યાપકોએ પડતર પ્રશ્ને કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ નોંધાવ્યો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/4-29.jpg)