ભેંસાણ ચોકડી પાસે ચોરીની પેરવીમાં હતા ને એલસીબીએ પકડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં જૂનાગઢ એલસીબીએ 3 શખ્સોને ઝડપી લીધા હતાં. આ શખ્સો ભેંસાણ ચોકડી પાસે ચોરીની પેરવીમાં હોય પોલીસને દબોચી લીધા હતાં.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલા પ્રેમવન પ્લોટમાં રિવિલવિલામાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો. પૃથ્વીસિંહ ચંદ્રસિંહ વાઘેલાના મકાનમાં ગત તા.6 ઓગસ્ટના રાત્રીના તસ્કરોએ ત્રાટકયા હતા અને નકુચા તોડી તેમાંથી કુલ બે લાખથી વધુની રોકડ અને દાગીના મળી કુલ 3.92 લાખનો મુદામાલ ચોરી ગયા હતા. આ ચોરીમાં સામેલ શખ્સો ભેંસાણ ચોકડી પાસે ચોરી કરવાની પેરવીમાં બાઇક પર આંટા મારતા હોવાની બાતમીના આધાતે એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી સહિતના સ્ટાફે ત્યાં જઇ મૂળ મઘ્યપ્રદેશના રાજપુર જિલ્લાના અને હાલ અમરેલી નજીકના હરિપુરા ગામની સીમમાં રહેતા રમેશ ભાંગળા અજનાર, શરીફ ચોબન મીનાવા અને ગુડીયા રેલસિંગ ભુરિયા ને પકડી લઇ પૂછપરછ કરતા ત્રણેયે સંજય રત્ત્મસિંગ મેંડા સાથે મળી દોઢેક માસ પહેલા ખામઘ્રોળ રોડ પર ચોરી કર્યાની કબૂલાત આપી હતી.એલસીબીએ 38 હજારનો મુદામાલ કબ્જે કરી ત્રણેયને તાલુકા પોલીસના હવાલે કર્યા હતા.
માંગરોળનાં દરસાલીમાં ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો
માંગરોળ તાલુકાનાં દરસાલી ગામમાં દુકાનમાંથી રૂપિયા 1.30 લાખની ચોરી થઇ હતી. આ અંગે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જેના પગલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી ડીવાયએસપી ડી.વી.કોડીયાતરનાં માર્ગદર્શનમાં પીએસઆઇ એ.ડી.વાળા અને ટીમે કવાયત હાથ ધરી હતી. બાતમીનાં આધારે દુકાનમાં ચોરી કરનાર દરસાલી ગામનાં જ કેતન ઉર્ફે કબીર અરજનભાઇ વાઢીયાને ઝડપી લીધો હતો અને રોકડ રકમ,બાઇક,મોબાઇલ મળી કુલ રૂપિયા 74 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.શીલ પોલીસ સ્ટેશને ચોરીનાં ગુનાનો ભેદઉકેલ્યો હતો.