પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટને સંબોધન કરતા વૈશ્વિક નેતાઓ સામે પોતાના અનુભવો શેર કર્યાં હતા.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટમાં પુતિન, જિનપિંગ સહિતના બીજા વૈશ્વિક નેતાઓની સામે પીએમ મોદીએ પોતાના મનની વાત રજૂ કરી હતી. સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે SCO સભ્ય દેશો વૈશ્વિક ગણતરીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહકાર અને પરસ્પર વિશ્વાસને સમર્થન આપે છે.
- Advertisement -
The world is overcoming the COVID-19 pandemic. Several disruptions occurred in the global supply chain because of the COVID and Ukraine crisis. We want to transform India into a manufacturing hub: PM Narendra Modi at the SCO Summit in Uzbekistan's Samarkand pic.twitter.com/pQN1nkOzHV
— ANI (@ANI) September 16, 2022
- Advertisement -
ભારતને દુનિયાનું ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું છે
પીએમ મોદીએ દુનિયા કોરોના મહામારીમાંથી બેઠી થઈ રહી છે. કોરોના અને યુક્રેન કટોકટીને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ખૂબ ભંગાણ સર્જાયું હતું. ભારતને લઈને એવું જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત દુનિયામાં મેન્યુફેક્ચરીંગનું હબ બને.
India’s economy is expected to grow at the rate of 7.5% this year. I'm glad that ours is one of the fastest growing economies among the largest economies of the world: PM Narendra Modi at the SCO Summit in Uzbekistan's Samarkand pic.twitter.com/IDm4JgRSlL
— ANI (@ANI) September 16, 2022
લોક કેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત
મોદીએ કહ્યું કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. અમે લોકો કેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
We are focussing on people-centric development model. We are supporting innovation in every sector. Today there are more than 70,000 start-ups and over 100 unicorns in our country: PM Narendra Modi at the SCO Summit in Uzbekistan's Samarkand pic.twitter.com/ziXdDq29FC
— ANI (@ANI) September 16, 2022
ક્ષેત્ર દીઠ ઈનોવેશનને સમર્થન
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ક્ષેત્ર દીઠ ઈનોવેશને સમર્થન આપીએ છીએ. ભારતમાં આજે 70,000 થી વધુ સ્ટાર્ટ-અપ્સ છે જેમાં 100 થી વધુ યુનિકોર્નનો સમાવેશ થાય છે.
हम स्टार्टअप्स और इनोवेशन पर एक स्पेशल वर्किंग ग्रुप की स्थापना करके SCO के सदस्य देशों के साथ अपना अनुभव साझा करने के लिए तैयार हैं: उज्बेकिस्तान के समरकंद में SCO शिखर सम्मेलन में प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/j5IEtA2VTJ
— ANI_HindiNews (@AHindinews) September 16, 2022
અમારી પાસે 70 હજારથી વધુ સ્ટાર્ટ-અપનો અનુભવ
મોદીએ કહ્યું કે અમે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર વિશેષ કાર્યકારી જૂથની સ્થાપના કરીને SCO સભ્ય દેશો સાથે અમારા અનુભવને શેર કરવા તૈયાર છીએ. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે અમારી પાસે 70 હજારથી વધુ સ્ટાર્ટ-અપ છે અને તેમનો અનુભવ સહયોગી દેશોને મદદ થાય તે માટે શૅર કરવા તૈયાર છીએ.