વેરાવળ પોલીસે બસ સ્ટેશનમાંથી પકડી પાડ્યો : પેરોલ પર છુટ્યા બાદ હાજર થયો ન હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હત્યા સહિતનાં ગુનામાં જેલમાં રહેલા આરોપીને પેરોલ પર રજા લઇ હાજર થયો ન હતો. આ શખ્સને વેરવાળ પોલીસને ઝડપી લીધો હતો.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ રાજકોટનો અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા હત્યા સહિતનાં ગુનામાં જેલમાં હતો. વર્ષ 2020માં પેરોલ પર રજા લઇ બહાર આવ્યો હતો.બાદ જેલમાં હાજર થયો ન હતો. આ શખ્સ વેરાવળ બસ સ્ટેશનમાં હોવાની બાતમી મળતા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનાં પીઆઇ એસ.એમ.ઇશરાણી સહિતનાં ટીમે આ શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. પોલીસે રાજકોટ જેલ હવાલે કવરાની તજવીજ હાથ ધરી છે.