ખેડૂત કે કુશળ કારીગરની આવક નક્કી કરતી વખતે યોગ્ય વલણ અપનાવવા સુપ્રીમ કોર્ટની સલાહ
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે મોટર અકસ્માતના કેસમાં વળતરના મામલે મહત્વની ટિપ્પણી કરી છે. જેમાં કોર્ટે નરમ વલણ અપનાવ્યું છે, કોર્ટે જણાવ્યું કે મોટર અકસ્માતના કેસમાં વળતર આપતી વખતે મૃતકની કમાણી અંગે યોગ્ય પ્રકારનો અભિગમ અપનાવવો જોઈએ, ખાસ કરીને જો તે ખેતી કરતો હોય અથવા તો તે એક કુશળ મજૂર હોય. કોર્ટના જજ ડીવાઈ ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હીમા કોહલીની ખંડપીઠે કેરળ હાઈકોર્ટના આદેશો વિરુદ્ઘ બે અરજીની સુનાવણી કરી હતી. આ કેસમાં, કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા ચૂકવવામાં આવતા વળતરની રકમમાં ઘટાડો કર્યો હતો. આ કિસ્સામાં, 30 જાન્યુઆરી, 2017 ના રોજ, ખઅઈઝએ અનાનસની ખેતી કરનાર મૃતકના પરિવારને 26.75 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. એમએસટીએ દર મહિને તેની રૂ. 12,000ની મૂળભૂત આવકને તેના આધાર તરીકે લીધી હતી, પરંતુ હાઇકોર્ટે એમએસીટી દ્વારા ગણવામાં આવતી આવક રૂ. 12,000થી ઘટાડીને રૂા.10,000 કરી હતી. સુનાવણી દરમ્યાન ખંડપીઠે જણાવ્યપં કે હાલના મામલામાં મૃતક એ અનાનસની ખેતી કરનાર ખેડૂત હતો. આ દુર્ઘટના એક ઓક્ટોમ્બર 2015ના રોજ થઈ હતી. ત્યારે બીજી તરફ આ પ્રકારના કેસોમાં કમણીના પ્રમાણ પર યોગ્ય અભિગમ અપનાવવો જોઈએ. કારણ કે આના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ ન હોઈ શકે. ખાસ કરીને ખેતી કરતા ખેડૂતની કમાણી સાબિત કરવી.