મેષ (અ, લ, ઇ)
આ અઠવાડીયું તમારા માટે સારૂ અને ખરાબ બંન્ને પક્ષે રહેશે. નવી મુશ્કેલીઓ આવશે. કોર્ટ- કચેરીના ચક્કર રહે. કોઇપણ કામમાં વડીલો કે ગુરૂની સલાહ લઇને કામ કરવું. સ્વાસ્થ્ય બાબતે જાળવવું. મન શાંત રાખવું. ખરાબ સમાચાર આવી શકે છે. ધંધા કે નોકરીમાં પ્રગતિ થશે.
વૃષભ (બ, વ, ઉ)
તમે જે કંઇપણ કામ કરો તેમાં સાવધાની રાખવી. સારા સમાચાર મળી શકે છે. નવો ધંધો કે નોકરી કરી શકો છો. આસપાસના લોકોથી સાવધાન રહેવું. નાણાંકિય નુકસાનથી સાવધ રહેવું. સ્વાસ્થ્ય બાબતે જાળવવું. ખરાબ વિચારો આવી શકે છે. બહાર જવાનું થાય.
- Advertisement -
મિથુન (ક, છ, ઘ)
નવો પ્રેમ મળી શકે છે. આ સપ્તાહ તમારા માટે મધ્યમ રહેશે. સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. જે કામ વિશે વિચારો છો, તેમાં ત્વરિત નિર્ણય લો. ખોટા વિચારો કરવા નહીં. નવા ભાગીદારો મળશે. કામમાં સફળતા મળશે. કોઇ મોટી જવાબદારી આવી શકે છે. પગમાં લાગવાથી સાવધાન રહેવું.
કર્ક (ડ, હ)
કોઇની દેખાદેખી કરવી નહીં. જે કંઇપણ કાર્ય કરો એ વિચારીને કરવું. કામ માટે બહાર જવાનું થાય. નવું વાહન વસાવી શકો. નવી તક મળી શકે છે. યાત્રા- પ્રવાસ થાય. મોટી જવાબદારી આવી શકે છે. નિરાશા ઘેરી વળે. ઘરના વૃદ્ધ લોકોનું ધ્યાન રાખવું. આવા સમયે માર્ગદર્શન લઇને આગળ વધવું.
સિંહ (મ, ટ)
તમારા ઘર કે નોકરીમાં કોઇ ત્રીજા વ્યક્તિના કારણે મનદુ:ખ સર્જાય. કોઇ દગો આપી શકે છે. વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો. મગજ શાંત રાખવો. વાહન ઝડપથી ચલાવતા સમયે સાવધાન રહેવું. ખરાબ સમાચાર આવી શકે છે. સેલિબ્રેશન થઇ શકે છે. મિંત્રો કે સંબંધીને મળવાનું થાય.
- Advertisement -
કન્યા (પ, ઠ, ણ)
કોઇ સારા સમાચાર મળશે. નોકરી- ધંધાની નવી તક મળે. આજુબાજુના લોકોથી સાવધાન રહેવું. બહારગામ જવાનું થાય. લાલ અથવા કાળો કલરની વસ્તુનો પ્રયોગ ટાળવો. કોઇ વાહન વસાવી શકો. રોકાણ કરવાથી લાંબાગાળે ફાયદો થશે. ઉતાવળા કોઇ નિર્ણય લેવા નહીં.
તુલા (ર, ત)
નવા બિઝનેસ કે નોકરીમાં સફળતા મળશે. ઘણા વિકલ્પો મળશે, પરંતુ ખૂબ સમજી વિચારીને આગળ વધવું. મિત્રો કે વડીલોની સલાહ લઇને આગળ વધવું. લોભામણી જાહેરાતોથી દૂર રહેવું. પડકારો આવશે. મનને કાબુમાં રાખવું. ગુસ્સો ના કરવો. લગ્ન કે શુભ પ્રસંગના યોગ છે.
વૃશ્વિક (ન, ય)
નવી મિલકત વસાવી શકો છો. કામ કે પ્રમોશનના કારણે બહાર જવાનું થાય. લિડરશીપ મળી શકે છે. ખોટા વિચાર- વમણમાં ના રહેવું. ધંધામાં નુકસાની આવી શકે છએ. સ્વાસ્થ્ય બાબતે જાળવવું. શેરમાર્કટમાં રોકાણ બાબતે સાવધાન રહેવું. કોઇને સલાહ આપતા સમયે ધ્યાન રાખવું.
ધન (ભ, ધ, ફ, ઢ)
જે કોઇ કામ માટે વિચારો છે, તેમાં આગળ વધો. બિઝનેસમાં સ્ત્રી મિત્ર સાથે પાર્ટનરશીપ કરી શકો છો. ગૃપ વર્કથી ફાયદો થશે. કામમાં રચનાત્મકતા લાવવી. ઉતાવળા નિર્ણય ના લેવા. ઘરના વડીલો કે મિત્રોની સલાહ લેવી. હોટલ કે કોર્પોરેટ વર્લ્ડમાં આગળ વધી શકો છો.
મકર (ખ, જ)
વૈરાગ્ય ભાવ જાગી શકે. પ્રવાસ કરવો હિતાવહ રહેશે. લોન મળી શકે છે. તમારામાં આવડત હશે તો તમે નાણાં કમાય શકશો. કોઇને મદદ કે દાન કરવું. આગળના ભવિષ્ય વિશે પ્લાનિંગ કરવું. અતિ સ્વાર્થી ના બનવું. પરિવારજનોને સમય આપવો. ખરાબ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું.
કુંભ (ગ, સ, શ, ષ)
ખરાબ-ખોટા સપના આવે. ખરાબ સમાચાર મળી શકે છે. ન્યાય મળશે. નોકરી- ધંધા કે ઘરમાં કલેશ થઇ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિ કરવી. પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. નાના બાળકોનું ધ્યાન રાખવું.
મીન (દ, ચ, ઝ, થ)
નવી તકો વિશે વિચારતા હોય તો સફળતા મળશે. કામ માટે બહાર જવાનું થાય. સ્ત્રીઓ માટે સારા સમાચાર આવી શકે છે. જે કોઇ નિર્ણય લે તેમાં ઘરના વડીલની સલાહ લેવી. નુકસાની ના આવે તેનું ધ્યાન રાખવું. સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 99135 74454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.