ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડા તાલુકામા લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે પ્રશ્ર્નાવડા ગામે લમ્પી વાઇરસને લઇને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત ગામજનો દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને યજ્ઞની અંદર આહુતિ આપી હતી.ગાય માતા લમ્પી વાઈરસ સામે ઝઝૂમી રહ્યી છે ત્યારે ગાય માતા આ રોગ માંથી મુક્ત થાય અને લમ્પી વાઇરસ છે તે દેશભરમાંથી મુક્ત થાય તેવી પ્રથાના કરી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી પિતેસભાઇ પુરોહિત સહિતનાં હાજર રહ્યાં હતાં.