રઘુવંશી યુવા શક્તિ સંઘે જિલ્લા કલેક્ટરને બહોળી સંખ્યામાં એકત્રિત થઈ આવેદન પાઠવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરના જામજોધપુરમાં એક મહિલાની છેડતી મામલે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ એસપીએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23ના રાત્રીના આઠેક વાગ્યે એક ઘટના ઘટી હતી. જેમાં એક મહિલા મેડિકલ માંથી દવા લઈને તેણીના ગામ સ્કૂટર પર જતી હતી ત્યારે રસ્તામાં શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ લોહાણા જ્ઞાતિની મહિલાને ઉભી રખાવી હતી અને તેણીનો હાથ પકડીને અભદ્ર વાતો કરતા રોડ પરથી વાહન નીકળતા પોલીસકર્મીએ હાથ મૂકી દીધો હતો.
- Advertisement -
ત્યારબાદ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘે ગામોગામ ઉગ્ર આંદોલન કરી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જામનગર જિલ્લા કલેક્ટરને પણ આવેદન પાઠવ્યું હતું. અંતે ઠેર ઠેર વિરોધ થતા જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુએ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે.