ખોટી રીતે પશુઓને પકડી ટાર્ગેટ પૂરો કરતી ઢોરપકડ પાર્ટી
માલધારી સમાજના વિવિધ પ્રશ્ર્નો અંગે આક્રમક રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ઘણાં સમયથી માલધારી સમાજ ઉપર સરકારી તંત્ર દ્વારા ગેરકાયદે રીતે અત્યાચાર કરવામાં આવે છે જે અંગે આજરોજ ગોપાલક માલધારી સેના દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તાર અમરોલી, ડાભોલી રોડ, વેડ રોડ માલધારીઓ દ્વારા પશુઓના રહેણાંક માટે થયેલ બાંધકામ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પૂર્વજાણ કર્યા વિના તેમજ માલધારીઓને પશુઓની વૈકિલ્પક વ્યવસ્થા માટેનો સમય આપ્યા વિના પશુવાડા તોડી પાડ્યા છે જે ગેરવ્યાજબી છે જે માલધારીઓ પાસે 25-25 વર્ષથી કબ્જા ભોગવટાથી છે જે માલધારીઓની જીવનનિર્વાહનું એકમાત્ર સાધન હતું. ગુજરાતની 8 મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં સરકારની સૂચના અનુસાર રસ્તે રખડતાં પશુઓ પકડવાના બદલે મહાનગરપાલિકા સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા સ્ટાફને આપવામાં આવેલા ટાર્ગેટ પૂરા કરવા પશુપાલકોને ઘરઆંગણે બાંધેલા પશુઓ છોડી જઈ પોલીસ સ્ટાફ દ્વારા બળપ્રયોગ કરી ખોટી રીતના પશુઓને પકડી અધિકારીઓ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરે છે.
હાલ 2017થી રબારી ભરવાડ અને ચારણને એસ.ટી.ના પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની કામગીરી બંધ છે જે અન્વયે તાત્કાલિક નિર્ણય લઈ પ્રમાણપત્રો ઈસ્યુ કરવામાં આવે જેથી સરકારી ભરતીઓમાં રબારી ભરવાડ અને ચારણ સમાજના સાચા લાભાર્થીઓ લાભ લઈ શકે તેમજ 2017માં જે રબારી ભરવાડ તથા ચારણ સમાજના લોકો પોલીસ ભરતીમાં સિલેકશન થયેલ તે લોકોને તાત્કાલિક નિમણુંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત આજરોજ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.