કેન્દ્ર સરકાર રાજપથનું નામ બદલવા જઇ રહ્યું હોય, ત્યાર બાદ નેતાજી સુભાષ ચંદ્ર બોસની મૂર્તિથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રોડને કર્તવ્ય રોડના રૂપમાં માનવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણય પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વિપક્ષી દળો પણ આ વાતને પાગલપન કહ્યું.
નવી દિલ્હીના ઐતિહાસિક રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને તેને કર્તવ્ય પથ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વિપક્ષ વિરોધમાં ઉતરી આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ, RJD અને બીજા દળોના કેટલાક સાંસદોને BJP અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર હુમલો બોલ્યો છે, જયારે કેટલાકે આ નિર્ણયની પ્રશંસા કરી છે.
- Advertisement -
ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ લખ્યું કે, વાસ્તવમાં કેમ ચાલી રહ્યું છે? શું બીજેપી આપણી સંસ્કૃતિ અને આપણી વિરાસતથી જોડાયેલા ઇતિહાસને પોતાના પાગલપનમાં ફરીથી લખવાને એકમાત્ર પોતાનું કર્તવ્ય સમજે છે?
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ આ પછી ટ્વિટ કરીને કેન્દ્ર સરકારનું નામ બદલવાને લઇને આડે હાથ લીધી છે. મોઇત્રાએ ટ્વિટ કરીને લખ્યું કે, મારૂ માનવું છે કે, તેઓ રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરી રહ્યા છે. મને આશા છે કે તેઓ નવા પ્રધાનમંત્રી આવાસનું પણ નામ બદલીને કિંકર્તવ્યમૂઢ મઠ કરી દેશે.
જયારે, નામ બદલવાને લઇને કોંગ્રસમાં વિરોધાભાસી વલણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવડાએ રાજપથનું નામ કર્તવ્યપથ કરવાની વાતની પ્રશંસા કરી. જયારે, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આ વાતનો વિરોધ કર્યો હતો.
- Advertisement -
મિલિંદ દેવડાએ લખ્યું કે, કર્તવ્ય પથ તેના રોડને લઇને એક સારૂ નામ છે. જે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મંદિર સુધી જાય છે. જેથી લોકસેવકોને હંમેશા યાદ રહેશે કે તેઓ જનતાની સેવા કરવા માટે ધર્મ અને કર્મ સાથે જોડાયેલા છે.
જયારે, પવન ખેડાએ વડાપ્રધાન મોદી પર વાર કરતા કહ્યું કે, રાજપથનું નામ બદલવાનું જ હતું, તો રાજધર્મ પથ કરી નાખત. અટલજીની આત્માને અવશ્ય શાંતિ મળશે.
RJD ના નેતા મનોજ ઝાએ ટ્વિટ કરીને લખ્યું કે, પહંલા રેસ કોસ રોડ લોક કલ્યાણ માર્ગ બનાવ્યો, હવે રાજપથા કર્તવ્ય માર્ગ બનાવ્યો..હવે રાજપથ કર્તવ્ય પથ બની ગયો છે, પરંતુ આજની સૌથી મોટો પડકાર છે બેરોજગારી, મોઘવારી, બગડતી સામાજીક બાબતોમાં જો તેનો પોઝીટીવ પ્રભાવ પડે તો યોગ્ય છે. લોકો સરકારના વખાણ કરે તેના માટે ફ્ક્ત રોડનું નામ બદલવું પડે એવું હોય તો શું જોઇએ?