ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં તેમણે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું.
આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેઓ જોડાયા છે. સંકલ્પ યાત્રામાં તેમણે સંબોધન કર્યું છે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તો આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા. આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો સાથે ગુજરાતના ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ 5 મોટી જાહેરાત કરી છે.
- Advertisement -
રાહુલ ગાંધીની 5 મોટી જાહેરાત
-3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું
-300 યુનીટ વીજ બીલમાં રાહત અપાશે
-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું
-કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂ.અપાશે
-3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા ખોલાશે
Gujarat | After coming to power here, Congress will give Rs 4 lakh compensation to the families of the people who died during the #COVID19 pandemic. We'll give free electricity to farmers & 300 units of free electricity to general consumers: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/EpUgtaGoEq
- Advertisement -
— ANI (@ANI) September 5, 2022
ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં પણ અમે સરકારમાં આવ્યા ત્યાં અમારુ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું રહ્યું છે. સરદાર પટેલ જે કરતે તે અમે કરીને બતાવીશું. અમે દેવું માફ કરી દીધું. અહીં પણ તમામ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું. ગુજરાતમાં સૌથી મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે. ગુજરાતમાં લોકો 25 વર્ષથી સહન કરી રહ્યા છે. આ લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી. કોની સામે લડી રહ્યા છીએ તે પહેલા સમજવું પડશે.
Gujarat has become the centre of drugs. All drugs are moved from Mundra port but your govt doesn't take any action…This is Gujarat model…Gujarat is one state where you've to take permission before protesting;permission from those against whom protest will be done:Rahul Gandhi pic.twitter.com/nNsX3dTZFq
— ANI (@ANI) September 5, 2022
સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ. આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી. સરદાર પટલે માત્ર એક વ્યક્તિ ન હતા. સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા. સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા. સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા. બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી.
Gujarat | Sardar Patel was the voice of the farmers… BJP on one side makes his tallest statue & on the other side, works against people for whom he fought… if we come to power in Gujarat, we'll waive off farmers' debts upto Rs 3 lakhs: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/xe6sZltHxw
— ANI (@ANI) September 5, 2022
ભાજપ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન
-ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ-રાહુલ
-આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે-રાહુલ
-ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી-રાહુલ
-સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા-રાહુલ
-સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા-રાહુલ
-સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા-રાહુલ
-બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી-રાહુલ