કપિલ શર્મા 10 સપ્ટેમ્બરે પોતાનો સુપરહિટ કોમેડી શો લઇને આવી રહ્યાં છે. શોની સફળતા પાછળ સ્ટારકાસ્ટની મહેનત અને પરફેક્ટ કૉમિક ટાઈમિંગ છે. આટલા હોશિયાર કલાકારોની ફી કેટલી છે, તે જાણવામાં તમને રસ હશે. તો શો ટેલીકાસ્ટ થાય તેની પહેલા ધ કપિલ શર્મા શો 4ના સ્ટાર્સની ફી અંગે જાણીએ.
શોર્ટ બ્રેક બાદ કપિલ શર્મા 10 સપ્ટેમ્બરે પોતાનો સુપરહિટ કોમેડી શો લઇને આવી રહ્યાં છે. શોના ઘણા પ્રોમો સામે આવ્યાં છે, જેને જોઇને દર્શકો ખુશ થયા છે. કપિલના પરિવારમાં 5 નવા લોકો પણ જોડાયા છે. તો હવે આ જાણવુ રસપ્રદ રહેશે કે કપિલ શર્મા બાદ તેના શોના વધુ કમાણી કરનાર સેલિબ્રિટી કોણ છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
કપિલ શર્મા
ધ કપિલ શર્મા શોની આન બાન અને શાન છે કોમેડિયન કપિલ શર્મા. મીડિયા રિપોર્ટસ મુજબ, કપિલ સિઝન 2માં 30-35 લાખની રકમ ઘરે લઇને ગયા હતા. હવે રિપોર્ટસ છે, કપિલ આ સિઝનમાં એક એપિસોડની રકમ 50 લાખ લઇ રહ્યાં છે.
અર્ચના પૂરન સિંહ
શોની કાયમી મહેમાન અર્ચના પૂરન સિંહ વિના આ શો અધૂરો છે. અર્ચના પહેલા નવજોત સિંહ સિદ્ધૂ આ શો કરતા હતા. રિપોર્ટ્સ છે અર્ચનાને 1 એપિસોડની 10 લાખ ફી અપાઈ રહી છે.
ચંદ્રન પ્રભાકર
કપિલ શર્મા શોમાં કોમેડિયનના મિત્ર ચંદન પ્રભાકર ચંદૂ ચા વાળાનો રોલ કરે છે. તેની કોમિક ટાઈમિંગ તગડી છે. અહેવાલ છે કે ચંદનને એક એપિસોડના 7 લાખ મળે છે.
સુમોના ચક્રવર્તી
કપિલની ઑનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી એક એપિસોડના 6-7 લાખ રૂપિયા લે છે. કોમેડી શોમાં કપિલ શર્મા અને સુમોનાની ક્યુટ નોકજોક પ્રશંસકોનુ દિલ જીતે છે.
કીકૂ શારદા
કોમેડિયન કીકૂ શારદા એક એપિસોડના 5-6 લાખ ચાર્જ લે છે. કીકૂ શારદા સિઝન 4માં ગુડિયાનો રોલ કરી રહ્યાં છે. શોમાં કીકૂનો ડાન્સ અને પુઅર જોક્સ સાંભળી પ્રશંસકો હસીહસીને લોટપોટ થાય છે.
આ વખતે શોમાં કૃષ્ણા અભિષેક દેખાશે નહીં. તો 5 ચહેરાને ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે. જેમાં સિદ્ધાર્થ સાગર, સૃષ્ટિ રોડે, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત જી મસ્કીનુ નામ પણ સામેલ છે.