લતાવાસીઓએ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં વરસાદ બાદ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણીનો ભરાવો સતત રહે છે અને સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે આ અંગે અનેકાનેક રજૂઆતો કર્યા પછી પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આજે અવની ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતાં અને કલેક્ટર મારફત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.
- Advertisement -
મોરબી શહેરના અવની ચોકડી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક વાહનો ફસાતા હોય જેના કારણે શાળાએ જતાં બાળકોથી લઈ રોજિદા કામધંધે જતા લોકોને હાલાકી પડતાં સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે જેથી આજે આ વિસ્તારના સ્થાનિકોએ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.