અક્ષર મંદિર પાસે ચકકાજામની અસર ઝાંઝરડા અંડરબ્રિજ પાસે દેખાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં તમામ રસ્તા તુટી ગયા છે. રસ્તાનાં પેચવર્ક માટે માટી અને કાકરા પાથરવામાં આવ્યાં છે.પરંતુ હજુ સીધુ કોઇ નક્કર કામ થયું નથી.પરિણામે આજે અક્ષર મંદિર પાસે લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. જેની અસર ઝાંઝરડા રોડ ઉપર જોવા મળી હતી. ઝાંઝરડા અંડરબ્રિજ પાસે પણ જામ થઇ ગયો હતો. જૂનાગઢમાં ઠેરઠેર ખાડાઓની સમસ્યાને લઇને સ્થાનિકોએ ત્રણ દિવસ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર આપીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે નિવારણ ન આવતા જૂનાગઢમાં આજે લોકો રોડ ઉતરી આવ્યાં હતાં. મોતીબાગથી અક્ષર મંદિર સુધીથી અને મધુરમ રોડ સુધીના લોકો રોડ પર આવી ગયા હતાં. લોકોએ રસ્તો રોકી દેતા ટ્રાફીકજામ થઇ ગયો હતો. લોકો ટ્રાફીકમાં ફસાઇ ગયા હતાં. ધારાસભ્ય ભીખાભાઇ જોષી પણ દોડી ગયા હતાં.
- Advertisement -
ચક્કાજામ થતા 3 કિમી સુધોનો ટ્રાફીક જામ થયો હતો અને એક કલાક કરતા વધુ સમય લોકો ટ્રાફીકમાં ફસાઇને રહ્યાં હતાં. તેમજ આ ઘટનાનાં પગલે પોલીસ દોડી આવી હતી. અને તુષાર સોજીત્રા સહિતનાં લોકોની અટક કરી હતી. એટલું જ નહી અક્ષર મંદિર રોડ ઉપર ચક્કાજામ કરતા તેની અસર ઝાંઝરડા અંડરબ્રિજ ઉપર પણ જોવા મળી હતી. અહીં વાહનો ઘસારો થતા ટ્રાફીક જામ થઇ ગયો હતો. લોકો લાંબો સમય ટ્રાફીકમાં ફસાઇને રહ્યાં હતાં.