નેચરલ ડાયમંડમાંથી સાકારીત ગણેશજીની ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે વિધિવત સ્થાપના કરાઈ
“વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા” ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. આ વખતે સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. વિગતો મુજબ આ ડાયમંડ ગણેશજીની કિંમત 500 કરોડ આંકવામાં આવી છે. આજે હીરા વેપારી પાંડવ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું.
- Advertisement -
સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના
ડાયમંડ નગરી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. નેચરલ ડાયમંડમાંથી સાકારીત ગણેશજીની ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે વિધિવત સ્થાપના કરાઈ હતી. એક અંદાજ મુજબઆ ડાયમંડ ગણેશજીની કિંમત 500 કરોડ આંકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને ત્યાં આ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ આજે હીરા વેપારી પાંડવ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું.
- Advertisement -
ગણપતિ બાપ્પા મોરયાના નાદનો અર્થ
ગણપતિ બાપ્પા સાથે સંકળાયેલા ગણપતિ બાપ્પા મોરયા શબ્દ પાછળ ગણપતિનું મયુરેશ્વર સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના રાક્ષસના અત્યાચારથી તમામ લોકો કંટાળી ગયા હતા. તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવી-દેવતાઓ, તમામ મનુષ્યો તેના અત્યાચારી સ્વરૂપમાંથી બચવાનો માર્ગ શોધી રહ્યા હતા. બચવા માટે દેવતાઓએ ગણપતિજીનું આહ્વાન કર્યું. સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મોરને પસંદ કર્યો અને છ હાથવાળા અવતાર ધારણ કર્યા. ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે. આ જ કારણ છે કે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ‘ગણપતિ બાપ્પા મોરયા, આવતા વર્ષે તુ વહેલા આવો’ ના નારા લગાવવામાં આવે છે.



 
                                 
                              
        

 
         
        